ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંધ અને દીવ્ય જીવન સંધ શિવાનંદ આશ્રમના સયુક્ત ઉપક્રમે ૦૨ ઓક્ટોબરના રોજ શિવાનંદ આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમા પૂ સ્વામી ત્યાગવૈરાગ્યાનંદજી , ડો મહેન્દ્રસિહ પરમાર, ડો ભરતભાઇ મિસ્ત્રી, ઉન્મેશભાઈ મહેતા , મહેશભાઈ કાકડીયા, રેશ્માબેન વોરા વીગેરેની વિશેષ ઉપસ્થિતિમા અજયભાઈ ભટ્ટના સંચાલનમાં સર્વ ધર્મ પ્રાર્થના અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમા પ્રાતઃસ્મરણ, ગુરુવંદના, રામધુન, નામધુન, મૌન પ્રાર્થના, હરદેશમે તૂ, વૈષ્ણવજન, હમહોગે કામયાબ અને શાન્તિ પાઠ કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો અને સ્કાઉટ ગાઈડ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી સર્વ ધર્મ પ્રાર્થનામા વિદ્યાધીશ વિદ્યાસંકુલ, સ્વામિનારાયણ ગુરુકુળ, પ્રણામી પ્રાથમિક શાળા, વિશુદ્ધાનંદ પ્રાથમિક શાળા, દક્ષિણામૂર્તિ કુમાર મંદીર, ગિજુભાઈ કુ મંદિરના સ્કાઉટ ગાઈડ જાેડાયાં હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કાજલબેન પંડ્યા, સરલાબેન સાકળીયા, યશપાલભાઈ, શોભીતભાઈ, ઓમભાઈએ જહેમત ઉઠાવી હતી.