ભાવનગર શહેરમાં સિદસર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે ચાલી રહેલી મેન્સ અને વિમેન્સની બાસ્કેટબોલ સ્પર્ધાઓમા આજે ૩ટ૩ અલગ અલગ ફાઇનલ મેચો રમાઇ હતી જેમાં મહીલાઓમાં તેલંગાણા અને પુરુષમા ઉત્તર પ્રદેશ વિજેતા બની ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આજે સવારે ભારે ઉત્સાહ ભર્યા માહોલમાં મહિલાઓના વિભાગમાં તેલંગાણા અને કેરલ વચ્ચે ૩ટ૩ બાસ્કેટબોલની ફાઈનલ મેચ રમાઇ હતી જેમાં ભારે રસાકસી બાદ તેલંગાણા મહિલા ટીમનો, ૧૭ટ૧૩થી વિજય થયો હતો અને કેરેલાની ટીમ રનર્સ અપ બની હતી. આ ઉપરાંત પુરુષ વિભાગમાં પણ તામીલનાડુ અને ઉતરપ્રદેશ વચ્ચે ૩ટ૩માં ફાઈનલ મેચ રમાયેલી જેમાં ઉતરપ્રદેશની ટીમનો ૨૧-૧૮થી વિજય થયો હતો જેમાં તામીલનાડુ રનર્સ અપ રહી હતી. ફાઈનલ મુકાબલો પુર્ણ થયા બાદ પ્રાઈઝ સેરેમની યોજાયેલ જેમાં આગેવાનોના હસ્તે વિજેતા ટીમોને ગોલ્ડ, સિલ્વર સહિત મેડલો આપવામાં આવ્યા હતા. હવે ૫ટ૫ માં તા.૬ના રોજ ફાઈનલ મેચ રમાશે. ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.






