ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે
સોમવારે સવારે રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુ અમદાવાદ આવી પહોંચ્યા ત્યારે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રોટોકોલ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા,અમદાવાદના મેયરશ્રી કિરીટ પરમાર અને મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તથા પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા વગેરેએ તેમનું ભાવભર્યુ સ્વાગત અભિવાદન કર્યું હતું