મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. શામળદાસ આર્ટસ કોલેજ સંચાલિત, ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ કલાકેન્દ્રના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હાલ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સંયુક્ત ચિત્ર પ્રદર્શન તા.૭ થી ૯ ઓક્ટોબર સુધી સવારે ૧૦ થી રાત્રીના ૮ સુધી જાહેર જનતા માટે યોજાશે.
આ કલા પ્રદર્શનની ખાસીયત એ છે કે એક જ કોલેજમાં અભ્યાસ કરતા હોવા છતાં દરેક કલાકારોને કામ અલગ અલગ પધ્ધતિના છે. કોલેજના પ્રાધ્યાપક સહિત ૩૨ની સંખ્યામાં કલાર્થીઓ જાેડાયા છે.
આ પ્રદર્શન એમ.કે. ભાવનગર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને તથા યુનિવર્સિટીના શા.શિક્ષણ કલ્ચરલ બોર્ડના નિયામક દિલીપસિંહ ગોહિલના મુખ્ય મહેમાન પદે તથા શામળદાસ આર્ટસ કોલેજના કાર્યકારી આચાર્ય ડો.જયવંતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં તથા ભાવનગરના કલાગુરૂ ભરતભાઇ પંડ્યા અને બીપીનભાઇ અજવાળીયાના સાનિધ્યમાં આ પ્રદર્શન તા.૭ના રોજ સવારે ૧૦ કલાકે ખુલ્લુ મુકવામાં આવશે. આ કલાકૃતિઓને નિહાળવા તથા કલાર્થીઓને બીરદાવવા અનુરોધ કરાયો છે.
ભાવનગરમાં આજથી આર્ટ ફેર
કલાનગરી ભાવનગરમાં ભાવનગર કલાસંઘ દ્વારા એક વિશિષ્ટ મેગા આર્ટ ફેર આર્ટ માર્ટ ભવ્ય આયોજન આજે તા.૬ થી ૯ દરમિયાન જવાહર મેદાન ખાતે યોજાશે જેનું ઉદ્દઘાટન આજે સાંજે ૫ કલાકે પ્રસિદ્ધ ચિત્રકાર વૃંદાવન સોલંકી, કલાગુરૂ ચિત્રકાર ભરત પંડ્યા, વરિષ્ઠ ચિત્રકાર ઉષાબેન પાઠકના હસ્તે થશે. આ કાર્યક્રમમાં વ્યક્તિ વિશેષ તરીકે હિમાચલભાઇ મહેતા, ગૌરવભાઇ શેઠ, નિશીત મહેતા, વરૂણ પટેલ, દર્શિત સોની, વૈભવ તંબોલી તથા મતીન પંજાબી ઉપસ્થિત રહેશે.