૩૬મી નેશનલ ગેમ્સની બાસ્કેટબોલની ટૂર્નામેન્ટ ભાવનગરના સિદસર સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડમાં છેલ્લા ૬ દિવસથી ચાલી રહી છે જેમાં આજે મહિલા તથા પુરૂષ વિભાગની અલગ અલગ રમાયેલી સેમીફાઇનલમાં મહિલાઓમાં તેલંગાણા અને પુરૂષોમાં તામીલનાડુની ટીમ વિજેતા થઇ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.૩૬મી નેશનલ ગેમ્સ અંતર્ગત બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ ભાવનગરના સિદસર સ્પોટ્ર્સ કોમ્પ્લેક્ષમાં છેલ્લા ૬ દિવસથી ચાલી રહી છે. દેશભરની અલગ અલગ રાજ્યોની ૧૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં આજે સવારે મહિલા અને પુરૂષોની સેમીફાઇનલ બાદ ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં મહિલા વિભાગમાં ૫ઠ૫ માં તેલંગાણા અને તામીલનાડુ વચ્ચે રોમાંચક ફાઇનલ મુકાબલો ખેલાયો હતો જેમાં તેલંગાણાની ટીમ ૬૭-૬૨ પોઇન્ટ સાથે વિજેતા બની ચેમ્પીયન થઇ હતી. જ્યારે તામીલનાડુની ટીમ રનર્સઅપ રહી હતી.
ત્યારબાદ તુરંત જ પુરૂષ વિભાગની પંજાબ અને તામીલનાડુ વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ જેમાં અંતિમ રાઉન્ડ સુધીના રોેમાંચ બાદ તામીલનાડુની ટીમ ૯૭-૮૯ પોઇન્ટ સાથે વિજેતા બની હતી અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો જેમાં પંજાબ રનર્સઅપ રહી સિલ્વર મેડલ મેળવ્યો હતો.