ભારતીય રૂપિયો પાતાળમાં પહોંચી ગયો છે. ડૉલરના મુકાબલે ભારતીય રૂપિયો 82.33 ના સ્તર પર આવી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ અને ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈને કારણે ગુરુવારે રૂપિયો 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડોલરના સર્વકાલીન નીચા સ્તરે પહોંચ્યો હતો. ભારતીય ચલણ ડોલર સામે પ્રથમ વખત 82 પ્રતિ ડોલરના મનોવૈજ્ઞાનિક સ્તરની નીચે બંધ થયું હતું. તેલના આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને વ્યાજદરમાં વધારો થવાની આશંકા પણ સ્થાનિક ચલણ પર ભાર મૂકે છે.
ગુરુવારે ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો મજબૂતાઈ સાથે 81.52 ના સ્તરે ખુલ્યો હતો, પરંતુ ડોલરમાં રૂપિયા પર મજબૂત દબાણ જોવા મળ્યું હતું. ટ્રેડિંગ દરમિયાન રૂપિયો પણ 81.51ની ઊંચી અને 82.17ની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. અંતે રૂપિયો પાછલા ટ્રેડિંગ સેશનની સરખામણીમાં 55 પૈસા ઘટીને 82.17 પ્રતિ ડૉલર પર બંધ થયો હતો.