ઉત્તરકાશીના ડોકરાણી બામક ગ્લેશિયર વિસ્તારમાં રેસ્ક્યૂ ટીમે બુધવારે 19 પર્વતારોહકોના મૃતદેહો બહાર કાઢ્યા છે. 10 પર્વતારોહી હજી પણ લાપતા છે. ઉત્તરકાશીમાં 70 કલાક કરતાં વધુ સમયથી ઓપરેશન ચાલુ છે. જોકે, ખરાબ હવામાનના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. સેનાના જવાનો રેસ્ક્યૂ ઓપરેશનમાં જોતરાઈ ગયા છે. પરંતું પહાડો પર વાદળછાયા વાતાવરણથી ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ વચ્ચે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને તૈનાત કરાઈ છે. ત્યારે આ હીમ સ્ખલનમાં ફસાયેલા ગુજરાતના બે યુવકોના અપડેટ આવી ગયા છે. ગુજરાતના 5 યુવાનો પૈકી બે યુવાનો જેમાં કલ્પેશ બારૈયા અને અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના છે. રેસ્ક્યૂ દરમ્યાન કલ્પેશ બારૈયાનો આબાદ બચાવ થયો છે, જ્યારે અર્જુનસિંહ ગોહિલનો હજી પણ કોઈ અત્તોપત્તો નથી.
ઉત્તરકાશીમાં બરફમાં ફસાયેલા લોકોને બચાવવાનું ઓપરેશન યથાવત છે. અત્યાર સુધીમાં 19 પર્વતારોહકના મોત, 10 લોકો હજુપણ લાપતા છે. અર્જુનસિંહ ગોહિલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચિત્રાવાવ ગામનો યુવાન છે. અર્જુને અગાઉની ઓલ ઈન્ડિયા સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે, અગાઉ 16,000 ફૂટ પૂર્ણ કરી ફરી એડવાન્સ કોર્સ માટે ગયો હતો. ચિત્રાવાવ ગામના અર્જુનસિંહ ગોહિલના પિતા ભૂપેન્દ્રસિંહ ગોહિલ પણ પુત્રની શોધમાં ગાંધીનગરથી ઉત્તરાખંડ જવા રવાના થશે