સિહોર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતા આધેડ ઉપર ગામના ચાર શખ્સોએ હુમલો કરી પથ્થરનો છૂટો ઘા મારતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ઈશ્વરીયા ગામના નવાપરા વિસ્તારમાં રહેતા દલાભાઈ પેથાભાઇ વાઘેલા (ઉં.વ.૫૦) તેમની ખેતીની જમીનમાં પાણીની લાઈન માટે ખોદકામ કરતા હતા ત્યારે ગામમાં રહેતા ભુપત પેથાભાઈ વાઘેલા, નાનું ભુપતભાઈ વાઘેલા, જયરામ પેથાભાઇ વાઘેલા અને વલ્લભ જેરામભાઈ વાઘેલાએ પાઇપલાઇનનું કામ નહિ કરવાનું કહીને દલાભાઈને મુંઢમાર મારી છૂટો પથ્થરનો ઘા કરતા દલાભાઈને માથાના ભાગે ઇજા થતાં સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. આ બનાવવાની રીત દલાભાઈ વાઘેલાએ ચારેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સોનગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.