જશ્ને-ઇદે-મીલાદુન્નબી નીમીત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી તા.૯ ને રવિવારે સવારે ૮ઃ૩૦ કલાકે હઝરત મીર મહંમદશાબાપુની વાડી, ચાવડી ગેઇટ, ભાવનગર ખાતેથી એક શાનદાર ઝુલુસ નીકળશે.
આ ઝુલુસમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોમી એક્તા અને સુલેહ શાંતિ સાથે ઝુલુસ સંપન્ન થાય ઝુલુસ દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે એક અગત્યની બેઠક ડી.એસ.પી. કચેરી ખાતે જીલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી આ બેઠકમાં સીટી ડી.વાય.એસ.પી. સીંઘાલ અને તમામ ડીવીઝનના પોલીસ અધિકારીઓ તેમજ ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ અને ઝુલુસ કમીટીના કન્વીનર હાજી મહેબુબભાઈ શેખ, ઇકબાલભાઈ આરબ, કાળુભાઇ બેલીમ, હુસેનમીયા બાપુ, સલીમ રાંધનપુરી, સલીમ શેખ, સાજીદભાઇ કાજી, યાકુબભાઇ ટીનવાલા, ઇમરાન બોસ, રજાક કુરેશી, શબ્બીર ખલાણી, નાહીન કાજી, મુન્નાભાઇ વરતેજી, અલારખભાઇ સોલંકી, રજાકભાઇ ચોકીયા, મુસ્તુફા ખોખર, છતરીયાભાઇ, મુજુખાન પઠાણ, મહેબુબભાઇ માંડવીયા, યુનુસભાઇ આરબ, મુર્તુઝા રેહાન, હનીફભાઇ, મુન્નાભાઇ જેઠવા સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ઝુલુસના રૂટ ઉપર ટ્રાફીક વ્યવસ્થા જળવાઇ રહે સરકાર દ્વારા પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય અને ઝુલુસ સંપુર્ણ શાંતિ પુર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવા સુચનો કરવામાં આવ્યા હતા.