હરહંમેશ કઈને કઈ અલગ જ અંદાજ સાથે સમસ્ત બ્રહ્મહિત કાર્યો કરતું સિહોરનું યુવા પરશુરામ ગ્રુપ સમગ્ર ગુજરાતમાં જાણીતું છે રાશનકીટ હોય કે પરશુરામ જ્યંતી કે પછી કોઇપણ સેવાકીય પ્રવૃત્તિ સમગ્ર કાર્યક્રમ ચોક્કસાઈ પૂર્વક ગ્રુપ પ્રમુખ દીપકભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટિમ કાર્ય કરેછે ત્યારે આ વખતે પણ નવો ચીલો ચિતર્યો છે.
આજે તા.૮ને શનિવારના રોજમાં જગદંબાની આરાધના અને બિફોર શરદપૂનમની રઢિયાળી રાત્રે બ્રહ્મ સમાજના દરેક પરિવાર માટે ઇન્ટરનેશનલ ગાયક હિરેનભાઈ પંડ્યાના લાઈવ ઓરકેસ્ટ્રાના સથવારે ટાઉનહોલ ખાતે રાત્રે ૯ કલાકે ગરબા મહોત્સવ યોજાશે જેમાં બ્રહ્મસમાજના દરેક પરિવારને કોઈપણ જાત ની ટીકીટ કે પાસ વગર ફ્રી માં પ્રવેશ આપવામાં આવશે.
પ્રવેશ મેળવવા માટે માત્ર આધારકાર્ડ કે ઓળખકાર્ડ બતાવી પ્રવેશ મેળવી શકાશે આ કાર્યક્રમને સફળ બનાવવા યુવા પરશુરામ ગ્રુપની મહિલાપાંખ,યુવા પાંખ સતત મહેનત કરી રહી છે.