આવતીકાલે તા.૯ના રોજ ઇદ – એ – મિલાદનો તહેવાર ઉજવાનાર છે. આ તહેવારના દિવસે ભાવનગર શહેરમાં ચાવડીગેટ પાસે આવેલ મહંમદશા બાપુની વાડીએથી એક ઝુલુસ નીકળનાર છે. આ ઝુલુસમાં ઘોડાગાડી, બગી, ઘોડા, ઉંટગાડી, રીક્ષાઓ, ટ્રક, મોટર વગેરે વાહનો મોટા પ્રમાણમાં જાેડાનાર છે જે વાહનોમાં ઝુલુસના માણસો અંદર બેસીને નીકળે છે. જેથી આ ઝુલુસ દરમ્યાન ભાવનગર શહેરમાં આવેલ રસ્તાઓ ઉપર ટ્રાફીક નિયમન કરવું જરૂરી હોય, જેથી તા.૯ના સવારના કલાક ૮ થી બપોરના કલાક ૧૫ સુધી રસ્તાઓ એકમાર્ગીય કરવાનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષક, ભાવનગર દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત મુજબ જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા શહેરના રસ્તાઓને તા.૯ના સવારના ૮ થી બપોરના ૧૫ સુધી એકમાર્ગીય જાહેર કરેલ છે.
જેમાં ચાવડીગેટથી વડવા તલાવડી થઈ અલકા ગેટ ચોક સુધીનો રસ્તો, અલકા ચોક તરફથી વડવા તલાવડી થઈ ચાવડીગેટ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, અલકા ચોકથી મતવા ચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, શેલારશા ચોકથી મતવા ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, મીની ગેસ્ટહાઉસથી શેલારશા રસ્તો, હેરીસરોડના નાકાથી આંબાચોક થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, હેરીસરોડ તરફી શેલારશા ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, ઘોઘાગેટથી હેરીસરોડના નાકા સુધીનો રસ્તો, મીની ગેસ્ટહાઉસથી શેલારશા તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, વાસણઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચોક સુધીનો રસ્તો, વાસણઘાટથી દરબારી કોઠાર થઈ શેલારશા ચૌક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધી, ઘોઘાગેટથી હેરીસરોડ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, બાર્ટન લાયબ્રેરી ચોકથી વોરા બજાર જસુભાઈ જવેલર્સવાળાની દુકાન સુધીનો રસ્તા તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, હલુરીયા ચોકથી હાઈકોર્ટ રોડથી ધોધાગેટ ચોક સુધીનો રસ્તો, હલુરીયા ચોકથી બાર્ટનચોક સુધીનો રસ્તો, હલુરીયાચોક તરફથી બાર્ટન ચોક તરફ આવતા તેમજ મામાકોઠા બાર્ટન ચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે તેમજ જાેગીવાડની ટાંકી બાર્ટનચોક તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ, ઘોઘાગેટ ચોકથી હાઈકોર્ટ રોડ થઈ હલુરીયાચોક તરફ આવતા, વાસણઘાટથી ગંગાજળીયા તળાવ, હેવમોર ચોક થઈ ઘોઘાગેઈટ તરફ આવતા તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશબંધ કરવામાં આવેલ છે.
આ જાહેરનામાનો ભંગ ઉલ્લંધન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે.