ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, જેસર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા દિપડા સહિત રાની પશુઓના આટા ફેરા સતત વધ્યા છેત્યારે અનેક વખત માનવ અને પશુઓ પર હુમલાઓ પણ થાય છે થોડા દિવસ પહેલા તળાજા પંથકમા કામરોલ સહિત પંથકમાં દિપડાએ હુમલા કરતા ફોરેસ્ટ સ્ટાફ દોડી જઇ પીંજરા મુકાયા હતા અને મારણ પણ મુકાયેલ તળાજા ફોરેસ્ટ ઓફિસર આરએફઓ રાજુભાઈ ઝીંઝુવાડિયાના જણાવેલ મુજબ ગામ લોકોએ રજૂઆત કરતા તાત્કાલિક ટીમ દ્વારા પિંજરુ મુકાયુ હતુ. અને રાત દિવસ ફોરેસ્ટ વિભાગ ટીમ દિપડો પિંજરે પુરાય તેવા સતત જીવના ઝોખમે દિપડો પાજરે પુરાઈ તેવા પ્રયાસ હાથ ધરાઈ રહ્યા હતા રાત્રીએ ફોરેસ્ટ વિભાગને મોટી સફળતા મળી એક દિપડો મારણના લોભે પીંજરે પુરાયો હતો જ્યારે આ એકજ પિંજરામાં બીજાે દિપડો પણ પુરાયો હતો આમ તળાજાના કામરોલ ગામે એક જ દિવસે એકજ પિંજરામા બે દિપડા પિંજરામા પુરાતા ફોરેસ્ટ વિભાગ ટીમને જાણ થતા ટીમ દોડી ગઈ હતી અને તળાજા ફોરેસ્ટ ઓફિસર આરએફઓ ઝીંઝુવાડીયા સહિત દોડી ગયા હતા આ પિંજરામા પુરાયેલ બન્ને દિપડાને જરુરીતપાસ કરી રાણી ગાળા એનીમેલ નજીક મુકવા ટીમ રવાના કરેલ આ તળાજામા કદાચ પ્રથમ ઘટના હશે એકજ દિવસે એક સાથે બે દિપડા પિંજરે પુરાયા હોય ફોરેસ્ટ વિભાગ આરએફઓ ઝીંઝુવાડીયા સહિત સ્ટાફ જાેડાયેલ.