સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ના સક્સને સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી દુષ્કર્મ ના કેસમાં મહુવા સ્પેશ્યલ પોક્સો કોર્ટનિ જજે આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકર્યો હતો.
ગત તા.૨૭-૫-૨૦૧૯ના રોજ ભોગ બનનાર સગીરાના વાલીએ સાવરકુંડલા તાલુકાના મોટા ઝિંઝુડાના રમેશ કાળુભાઇ ધાખડા સામે તેની સગીર વયની દિકરીને લલચાવી ફોસલાવી પોતાના વાલી પણામાથી લઈ જઇ દુષ્કર્મ કર્યાની બગદાણા પો.સ્ટે.મા ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ, પોક્સો સહિત ની કલમો સાથે આરોપી સામે ફરિયાદ નોંધી ધરપકડ કરેલ. આ બનાવ નો કેસ મહુવાની ૪થા એડીશનલ સેશન્સ જજ (સ્પે. પોક્સો કોર્ટ) ડી.સી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા દસ્તાવેજી પુરાવા તથા સરકારી વકીલ વિજય માંડલીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને કસુરવાર ઠેરવી આજીવન કેદ (તેના બાકીના આયુષ્ય સુધી)ની સજા અને રોકડ દંડ ફટકર્યો હતો.