નવરાત્રી બાદ શરદપૂર્ણીમાના દિવસે શહેરના વિવિધ ગરબી મંડળો દ્વારા માતાજીનો સ્વાગ કાઢવામાં આવે છે જેના ભાગ રૂપે ગતરાત્રીના શહેરના કુભારવાડા, કરચલીયાપરા, ખેડૂતવાસ, રેલવે સ્ટેશન કોળીવાડ, વડવા સહિતના વિસ્તારમાંથી મહાકાળી માતાજી ના સ્વાગ કાઢવામાં આવ્યા હતા. હાથમાં તલવાર અને ખપ્પર સાથે રાત્રીના નિકળેલા માતાજીના સ્વાગના દર્શન કરવા માયભક્તો ઉમટી પડયા હતા. અને સ્મશાનમાં પહોંચી વિધી સાથે ચાચર પુર્યા હતા.