આ તસવીર શહેરના ઐતિહાસિક દરબારી કોઠાર ઇમારતની છે. આ ઇમારત ભાવનગરને ગૌરવ બક્ષી રહી છે પરંતુ સ્થાનિકોએ તેને જાણે ઉકરડો સમજી લીધો છે. દરબારી કોઠારની દિવાલે જ એઠવાડ અને કચરો જાેવા મળે છે.
આ દ્રશ્ય કાયમીનું છે. કોર્પોરેશને સફાઇ કરવી જાેઇએ અને તે તેમની જવાબદારી પણ છે પરંતુ હવે જ્યારે શહેરમાં ઘરે ઘરેથી કચરો ઉઘરાવવા ટેમ્પલ બેલ દોડી રહ્યા છે ત્યારે સ્થાનિકોની પણ જવાબદારી બને છે કે, કચરો ટેમ્પલ બેલને જ આપે અને ઐતિહાસિક ઇમારત પાસે તો ઢગલો ન જ કરે.