મહુવાના વિકટર રોડ પર આવેલ સેન્ટ થોમસ સ્કૂલમાં તસ્કરો ત્રાટકયા હતા અને પ્રિન્સિપાલની ઓફિસમાં રાખેલ તિજાેરી કાઉન્ટર માંથી રૂ.૧.૨૪ લાખ રોકડાની ચોરી કરીને ફરાર થઈ જતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાના વિકટર રોડ પર આવેલ સેન્ટ થોમસ સ્કૂલમાં તા.૯/૧૯ ના રાત્રિથી વહેલી સવાર સુધીમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરી પ્રિન્સિપાલની ઓફિસમાં રાખેલ કબાટની તિજાેરી તોડી તેમાંથી રૂ.૯૯૮૭૫ તેમજ ફી કાઉન્ટર ઉપર રાખેલ ટેબલના ડ્રોવરનું લોક તોડી તેમાંથી રૂ.૪,૦૦ તેમજ વાઈસ પ્રિન્સિપાલની ઓફિસમાં રાખે ડ્રોઅરનું લોક તોડી તેનાથી રૂ.૨૦,૦૦૦ રોકડા મળી કુલ રૂ.૧,૨૩,૮૭૫ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ ઘટના અંગે સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર મેથ્યુ સેબાસ્ટીયન વલરકોટુએ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.