લોકસભા સાંસદ ભારતીબેન શિયાળએ શહેર ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ વાઈઝ નગરસેવકો અને વોર્ડ સંગઠનની બેઠક કરી જરૂરિયાત મુજબના કામો માટે રકમ ગ્રાન્ટમાંથી ફાળવવાની કાર્યવાહી કરી હતી. નાના નાના કામો માટે સંકલન સાધી પ્રથમ વાર ગ્રાન્ટ ફાળવણી ઙ્મનો આ પ્રયોગ કર્યો હતો જે ચૂંટણી ઇફેક્ટ હોવાનું જણાય છે.
વિધાનસભાની ચૂંટણીમાં મતદારો અને વોર્ડ સંગઠનની નારાજગી શાસક પક્ષને પોસાય તેમ નથી. શહેર અને જિલ્લામાં અનેક નાના-મોટા પ્રશ્નોનો ઉકેલ સ્થાનિક ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પણ આવતા નથી. વોર્ડના રાજકારણમાં ઘણા વિસ્તારોમાં નજીવી સુવિધાઓથી પણ વંચિત રહી જાય છે. પરંતુ ચૂંટણી ટાણે મતદારોને રિઝવવા વર્ષોથી નહિ ઉકેલાયેલા પ્રશ્નો ઘડીના છઠ્ઠા ભાગે શાસકો દ્વારા ઉકેલાઈ જાય છે. ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓની હાજરીમાં તેરે તેર વોર્ડના વારાફરતી નગરસેવકો અને વોર્ડ સંગઠનના પદાધિકારીઓને બોલાવી વોર્ડમાં જરૂરી સુવિધાઓ માટે સૂચનો લઈ સાંસદ ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરી હતી. જાેકે, આખા વોર્ડ માટે માત્ર પાંચથી સાત લાખ રૂપિયા જ ફાળવી શક્યા હતા. કારણકે, સાંસદની હેઠળ સાત વિધાનસભા વિસ્તાર આવવા છતાં પાંચ વર્ષ માટે માત્ર ૫ કરોડની જ ગ્રાન્ટ સરકાર દ્વારા અપાય છે. !