ઇપીએસ-૯૫ પેન્શનર્સ મંડળ ભાવનગર યુનિટ દ્વારા આજે પેન્શનરોના પ્રશ્નોનો તાત્કાલીક ઉકેલ લાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી આવેદનપત્ર આપ્યું હતું. લેખીત અને મૌખિક રજૂઆતો છતાં પેન્શનરોના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ત્યારે વહેલીતકે પ્રશ્નો ઉકેલવા રજૂઆત કરાયેલ નહીં તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પેન્શનરો પરિવાર સાથે મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કરશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી. (તસવીર : મૌલીક સોની)