Thursday, September 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હિજાબ પર સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે ચુકાદો

કર્ણાટક હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કરાઈ હતી અનેક અરજી

aaspassdaily by aaspassdaily
2022-10-13 10:37:15
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પર પ્રતિબંધ સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હેમંત ગુપ્તા આ અઠવાડિયે નિવૃત્ત થઈ રહ્યા છે અને તેથી આ ચુકાદો આજે સંભળાવવામાં આવશે. જસ્ટિસ હેમંત ગુપ્તા અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની ખંડપીઠે 10 દિવસ સુધી સુનાવણી કર્યા બાદ 22 સપ્ટેમ્બરે અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન અરજદારો તરફથી હાજર રહેલા કેટલાક વકીલોએ ભાર દઈને કહ્યું હતું કે, મુસ્લિમ યુવતીઓને હિજાબ પહેરતા અટકાવવાથી તેમનું શિક્ષણ જોખમમાં મૂકશે કારણ કે તેઓ વર્ગોમાં જવાનું બંધ કરી શકે છે. અરજદારોના વકીલોએ વિવિધ પાસાઓ પર દલીલ કરી હતી, જેમાં રાજ્ય સરકારના 5 ફેબ્રુઆરી, 2022ના રોજ શાળા અને કોલેજોમાં સમાનતા, અખંડિતતા અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતા કપડાં પહેરવા પર પ્રતિબંધ મૂકવાના આદેશનો સમાવેશ થાય છે. કેટલાક વકીલોએ એવી પણ દલીલ કરી હતી કે આ મામલાને પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચ ની પાસે મોકલવામાં આવે.
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કે જેણે હિજાબને લઈને વિવાદ ઉભો કર્યો, તે “ધર્મ તટસ્થ” હતો. વકીલે સુપ્રીમ કોર્ટમાં આ વાત પર ભાર મૂકતા દલીલ કરી હતી કે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાના સમર્થનમાં કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલું આંદોલન “સહજ કાર્ય” નહોતું. રાજ્ય તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે કર્ણાટક સરકારનો આદેશ કોઈ ધર્મ વિશેષને લઈને જારી કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શાળા અને કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધ મૂકવાના સરકારના નિર્ણયને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજ્ય સરકારના નિર્ણય સામે કર્ણાટક હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી. 15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ક્લાસરૂમની અંદર હિજાબ પરના પ્રતિબંધને હટાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, હિજાબ ઇસ્લામિક આસ્થા અથવા ધાર્મિક પ્રથાનો ભાગ નથી. હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

Tags: indiasuprim courttoday Hizab judgement
Previous Post

એપ્લિકેશન મારફત લાખોપતી થવાના સ્વપ્ન જોવાનું માંડી વાળજો, ભાવનગરના વેપારીએ 8.91 લાખ ગુમાવ્યા

Next Post

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે

aaspassdaily

aaspassdaily

Related News

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત
આંતરરાષ્ટ્રીય

એશિયા કપ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ: આજે યુએઈ સામે ટકરાશે ભારત

September 10, 2025
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન
તાજા સમાચાર

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન

September 10, 2025
નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ
આંતરરાષ્ટ્રીય

નેપાળના રાજકીય અરાજકતા વચ્ચે ફસાયા ભાવનગરના 43 યાત્રાળુઓ

September 10, 2025
Next Post
ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે

ગુજરાતમાં 2 તબક્કામાં મતદાન યોજાઈ શકે છે

17 કરોડનો ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડ સિગારેટનો જથ્થો ઝડપાયો

17 કરોડનો ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડ સિગારેટનો જથ્થો ઝડપાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.