મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદે વસ્તુની હેરફેર સતત વધતી જતી હોય તેવુ લાગી રહ્યું છે. ડ્રગ્સ બાદ હવે ગેરકાયદેસર વિદેશી સિગારેટનો જથ્થો મળતા મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે. મુન્દ્રા પોર્ટમાં વધુ એક વખત કરોડોની વિદેશી સિગારેટો કબ્જે લેવામાં આવ્યો છે. DRIએ કરેલી રેડમાં ગેરકાયદેસર વિદેશી બ્રાન્ડની 85.50 લાખ સિગરેટનો મોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઝડપાયેલી સિગારેટની કિંમત રૂ.17 કરોડ જેટલી આંકી શકાય.
આ અગાઉ મે મહિના પણ ડિરેક્ટોરેટ જનરલ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એટલે કે DRI એ કચ્છના મુંદ્રા પોર્ટ પરથી રૂ.17 કરોડની વિદેશી સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કાર્યવાહીમાં શિપિંગ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સહિત ત્રણ લોકોની પણ ધરપકડ પણ થઈ હતી. જેમાં ખૂલ્યું હતું કે 1 એપ્રિલે એક કન્ટેનર જપ્ત કર્યું હતું. જેમાં 84 લાખની વિદેશી સિગારેટની દાણચોરી કરવામાં આવી હતી. 168 મિલિયનનું આ કન્સાઇનમેન્ટ UAEથી મંગાવવામાં આવ્યું હતું. અને હોટેલ સપ્લાયનું સ્ટીકર ચોંટાડી દેવામાં આવ્યું હતું. આ કિસ્સામાં આરોપી વ્યક્તિ ગાંધીધામની એક શિપિંગ કંપનીનો મેનેજિંગ ડિરેક્ટર હતો, બીજો દુબઈ સ્થિત કંપનીનો ભાગીદાર અને ત્રીજો બેંગ્લોરનો સહયોગી હતો.