ગીર સોમનાથના તાલાલા તાલુકાના એક ગામના ગ્રામજનોએ ગામમાં નરબલી ચઢાવી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. ગુજરાતના ગીર સોમનાથ પોલીસને ફરિયાદ કરી છે કે છુપાવેલ ગુપ્ત ધનની શોધમાં માતા-પિતાએ એક તાંત્રિક વિધિ કરી હતી. જેમાં તેમણે પોતાની એકમાત્ર પુત્રીનું બલિદાન આપ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં એક ધાર્મિક વિધિ દરમિયાન પરિવારે પોતાની પુત્રીનું બલીદાન આપ્યું હતું. આ ફરિયાદ બાદ પોલીસે વિધિવત તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવાગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે, અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામની વ્યક્તિ રહે છે. જે સુરત રહેતા હતા અને છેલ્લા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા. ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધેરૈયા જે ધોરણ 9 મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી. શેરડીના ખેતરમાંથી વાઢમાંથી 2 પોટલા અને એક રાખ ભરેલું પોટલું મળી આવ્યું હતું. પોટલામાં કપડા અને રાખ જોવા મળી હતી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી
ચૂપચાપ બાળકીના અંતિમ અંતિમ સંસ્કાર કર્યા પછી ગ્રામજનોને બાળકીના મોત અંગે શંકા ગઈ હતી. આ છોકરી ખેડૂત દંપતીની એકમાત્ર સંતાન હતી. આ દંપતી લાંબા સમયથી તેમના ખેતરમાં ધાર્મિક વિધિઓ કરતા હતા અને એવી શંકા છે કે નવરાત્રિ દરમિયાન અમીર બનવા માટે દંપતીએ પોતાની જ બાળકીની બલિ ચઢાવી હતી.
અત્રે નોંધનીય છે કે કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં એક યુગલે અમીર બનવા માટે બે મહિલાઓની નિર્દયતાથી હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં દંપતી અને એક એજન્ટની ધરપકડ કરી છે. એજન્ટ મોહમ્મદ શફી ઉર્ફે રશીદ આ માનવ બલિદાનનો માસ્ટર માઈન્ડ હતો. તેણે પહેલા બંને મહિલાઓને પોતાના ટાર્ગેટ તરીકે પસંદ કરી હતી. આટલું જ નહીં, જેની આર્થિક સ્થિતિ માટે તેણે દંપતીને બલિદાન આપવા માટે ઉશ્કેર્યો હતો. તેના માટે તેણે નકલી ફેસબુક પ્રોફાઇલ બનાવીને તેમનો સંપર્ક કર્યો હતો.