ભાવનગર ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા આશરે ૬૫ વર્ષથી પરંપરા મુજબ આ વર્ષે પણ તા.૫/૧૧ને શનિવાર કારતક સુદ-૧૧ના દિવસે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલ છે. આ વર્ષ ભગવાન લાલજી મહારાજનો વરઘોડો જયશ્રી વાડીવાળા મામા મિત્ર મંડળ, સાંઈદર્શન પાર્ક, સુભાષનગર ખાતેથી આવનાર છે, તા.૫/૧૧ના શનિવારે બપોરે ૩ઃ૩૦ કલાકે માતા તુલસી વૃંદાની બહેનોની પૂજાવિધી રાખવામાં આવેલ છે તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા તુલસી વૃંદાના લગ્નની હસ્ત મેળાપની વિધી સાંજે ૭ઃ૩૦ કલાકે રાખવામાં આવેલ છે. લગ્ન વિધી દરમ્યાન ઈન્ટરનેશનલ લોકગાયીકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા રજુ કરશે. તુલસી વિવાહ દરમ્યાન પ્રજાપિતા બ્રમ્હાકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવશે. લગ્ન વિધી પૂર્ણ થયા બાદ રાત્રે ૯ કલાકે ગુજરાતના સુપ્રસિધ્ધ હાસ્ક કલાકાર નિરવ મહેતા (અવાજની આઠમી અજાયબી) તેમજ ગુજરાતનો રમુજનો રાજા એવા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનો પ્રોગ્રામ રાખેલ છે.
આ તુલસી વિવાહના તમામ કાર્યક્રમોનો લાભ લેવા ભાવનગરની ધર્મપ્રેમી જનતાને રાજેશ જાેષી, ભાણજીભાઈ બારૈયા, ભૂપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, પ્રકાશ મકવાણા વિગેરે ડાયમંડ ચોક મિત્ર મંડળના હોદ્દેદારો દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.