ભાવનગરના વિદ્યાનગર ખાતે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના વર્ગ ૩ના કર્મચારી પાલજીભાઇ ધુડાભાઇ મારૂ રૂપિયા ૧૯ હજારની લાંચ લેતા બોટાદ એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતા ચકચાર મચી જવા પામી છે. બોટાદ એસીબીના સ્ટાફે છટકુ ગોઠવી વર્ગ ૩ના કર્મચારીને રૂપિયા ૧૯ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધો હતો.