ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં રહેતા શખ્સે તેની દાદીના ઘરે છુપાવી રાખેલો ઈંગ્લીશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઇ એલ.સી.બી. પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર, એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે રોહિત જગાભાઇ જમોડ રહે.કરચલીયા પરા, ભાવનગર વાળાએ તેનાં દાદી રામુબેન બટુકભાઇ જમોડ રહે.જયોતિ સોપ ફેકટરીની પાછળ, પોપટનગર, ક.પરા, ભાવનગરવાળાનાં રહેણાંક મકાને તેની દાદીની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.આ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને આવેલ રૂમમાંથી ઇંગ્લીશ દારૂ – બિયરનો જથ્થો મળી આવેલ જ્યારે આરોપી રોહિત જગાભાઇ જમોડ ઝડપાયેલ નથી. પોલીસે કુલ રૂ.૪૧,૪૬૦ ની કિંમતનો દારૂ બીયરનો જથ્થો કબજે કરેલ છે.
દરોડાની આ કામગીરીમાં એલ.સી.બી. પોલીસ ઇન્સ. પી.બી.જાદવ,પોલીસ સબ ઇન્સ. કે.એમ.પટેલ તથા સ્ટાફનાં વનરાજભાઇ ખુમાણ, ભહિપાલસિંહ ચુડાસમા, રાજપાલસિંહ સરવૈયા જાેડાયા હતા.