Thursday, January 29, 2026
Social icon element need JNews Essential plugin to be activated.
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ

મોદી આવતીકાલે ઉત્તરાખંડની મુલાકાતે

રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન, કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે

aaspassdaily by aaspassdaily
2022-10-20 11:52:43
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 21 ઓક્ટોબરના રોજ ઉત્તરાખંડની મુલાકાત લેશે. કેદારનાથમાં સવારે લગભગ 8:30 વાગ્યે તેઓ કેદારનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. પ્રધાનમંત્રી સવારે લગભગ 9 વાગે કેદારનાથ રોપ-વે પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે. ત્યાર બાદ તેઓ આદિ ગુરુ શંકરાચાર્ય સમાધિ સ્થળની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 9:25 વાગ્યે મંદાકિની આસ્થાપથ અને સરસ્વતી આસ્થાપથ પર વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી બદ્રીનાથ પહોંચશે, જ્યાં પ્રધાનમંત્રી સવારે 11:30 વાગ્યે બદ્રીનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે. બપોરે 12 વાગ્યે રિવરફ્રન્ટનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે, ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે માના ગામમાં રોડ અને રોપ-વે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ આગમન પ્લાઝા અને તળાવોનાં વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરશે.

રોપ-વે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે

કેદારનાથમાં રોપ-વે લગભગ 9.7 કિલોમીટર લાંબો હશે અને તે ગૌરીકુંડને કેદારનાથ સાથે જોડશે, જેનાથી બંને સ્થળો વચ્ચેનો પ્રવાસનો સમય હાલમાં 6-7 કલાકથી ઘટીને માત્ર 30 મિનિટનો થઈ જશે. હેમકુંડ રોપ-વે ગોવિંદઘાટને હેમકુંડ સાહિબ સાથે જોડશે. તે લગભગ 12.4 કિ.મી. લાંબો હશે અને મુસાફરીનો સમય એક દિવસથી વધુ ઘટાડીને માત્ર ૪૫ મિનિટ કરશે. આ રોપ-વે ઘાંગરિયાને પણ જોડશે, જે વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કનું પ્રવેશદ્વાર છે. આશરે રૂ.2,430 કરોડના સંચિત ખર્ચે વિકસાવવામાં આવેલા આ રોપ-વેઝ પરિવહનનું પર્યાવરણને અનુકૂળ માધ્યમ છે, જે પરિવહનનું સલામત, સુરક્ષિત અને સ્થિર માધ્યમ પ્રદાન કરશે. આ મુખ્ય માળખાગત વિકાસથી ધાર્મિક પર્યટનને વેગ મળશે, જે આ ક્ષેત્રમાં આર્થિક વિકાસને વેગ આપશે અને રોજગારીની અનેક તકોનું સર્જન કરવા તરફ દોરી જશે.

Tags: kedarnathmodi
Previous Post

બાલાજી વેફર્સના ગોડાઉનમાં આગ લાગતા 11 ટ્રક બળીને ખાખ

Next Post

અમદાવાદમાં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ

aaspassdaily

aaspassdaily

Next Post

Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
અમદાવાદમાં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ

અમદાવાદમાં બનશે ભારતનું સૌથી મોટું શૉપિંગ મૉલ


Warning: Undefined array key "jnews-75x75" in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/Image.php on line 93

Warning: Trying to access array offset on null in /www/wwwroot/aaspassdaily.com/wp-content/themes/jnews/class/Image/ImageLazyLoad.php on line 100
બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસનું રાજીનામું, ઋષિ સુનકને મળશે PMની ખુરશી?

બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રુસનું રાજીનામું, ઋષિ સુનકને મળશે PMની ખુરશી?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

[uam_ad id=”4816″]

[uam_ad id=”24339″]

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.