ઉત્તર અમેરિકાના મેક્સિકોમાં એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. સ્પીડમાં આવતી ટ્રેન એક તેલના ટેન્કર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી અને જોત જોતામાં તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનાની તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે એક ટ્રેન સંપૂર્ણ રીતે આગની ઝપેટમાં આવી ગઈ છે. સાથે જ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો છે. આસપાસના લોકોમાં ભાગ-દોડ જોવા મળી રહી છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અગુઆસ્કેલિએન્ટેસ રાજ્યની સરકારે જણાવ્યું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં. ફાયર ચીફ મિગુએલ મુરિલોએ જણાવ્યું કે, ટેન્કરના ઓવરપાસ સાથે અથડાયા બાદ અને નજીકના રહેણાંક વિસ્તારમાં આગ લાગ લાગ્યા બાદ 800થી 1,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી. મુરિલોએ જણાવ્યું કે, ટેન્કરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.