કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી શિવરાજ પાટીલે ગુરુવારે દિલ્હીમાં એક પુસ્તકના લોકાર્પણ પ્રસંગે વિવાદ થાય તેવું નિવેદન આપ્યું છે. શિવરાજ પાટીલે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, પરંતુ ગીતામાં પણ છે. મહાભારતમાં શ્રી કૃષ્ણજીએ અર્જુનને જેહાદનો પાઠ પણ ભણાવ્યો હતો.
પાટીલે કહ્યું કે જેહાદ માત્ર કુરાનમાં જ નહીં, પરંતુ ગીતામાં પણ છે. બધા પ્રયત્નો પછી પણ, જો કોઈ સ્વચ્છ વિચારને સમજી શકતો ન હોય તો પછી શક્તિનો ઉપયોગ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ગીતાના ભાગમાં જેહાદ છે જે મહાભારતની અંદર છે. મોદી સરકારના વખાણ કરતા શિવરાજ પાટીલે કહ્યું કે આ સરકારે ઘણા મોટા પગલા લીધા છે જે સારા છે, તેમણે મોદી સરકારને વધુ સમય આપવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે કોંગ્રેસે પોતાનામાં મોટો ફેરફાર કરવો જોઈએ. શિવરાજ પાટીલે કહ્યું કે મારા મતે આતંકનો કોઈ ધર્મ નથી. તેમણે કહ્યું કે ખોટી વિચારધારા સમાજ માટે હંમેશા ખતરનાક હોય છે. માટે સમાજને એકજૂટ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.
કોણ છે શિવરાજ પાટિલ
શિવરાજ પાટિલની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થાય છે. તેઓ મહારાષ્ટ્રથી આવે છે. શિવરાજ પાટીલ લાતુરથી સાંસદ રહી ચૂક્યા છે. શિવરાજ પાટીલ 1980થી લઈને અત્યાર સુધી ઘણી વખત કેન્દ્રમાં મંત્રી રહી ચૂક્યા છે. 26/11ના મુંબઈ આતંકી હુમલા સમયે તેઓ ગૃહમંત્રી હતા. 2010માં શિવરાજ પાટિલને પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસક નિયુક્ત કરવામાં આવ્યા હતા.