કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી નેતૃત્વમાં પાર્ટીની ‘ભારત જોડો’ યાત્રા ચાલું છે જે આશરે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 150 દિવસો સુધી ચાલવાની છે .કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા શ્રીનગર સુધી પહોંચતાં જાન્યુઆરી મહિનો થઈ જશે. બાર રાજ્યોથી પસાર થતી આ યાત્રામાં મહારાષ્ટ્ર સામેલ છે,ગુજરાત બાકાત રાખવામાં આવ્યો છે. ભારત જોડો યાત્રા દિવાળીના તહેવારના લીધે 24 અને 25 તારીખ સુધી રજા રાખશે અને 26 તારીખે કોંંગ્રેસના નવા ચૂંટાયેલા અધ્યક્ષ ખડગે ચૂંટણી જીત્યા બાદ પ્રમાણપત્ર રજૂ કરવાનો હોવાથી રજા રાખવામાં આવશે. ભારત જોડો યાત્રા 27 ઓકટોબરથી નિત્યક્રમ મુજબ તેલંગાણાથી શરૂ થઇ જશે. આ માહિતી કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ટ્વિટર પર આપી હતી.





