પુત્રના લગ્નની કંકોત્રી વહેંચી ઘરે પરત ફરી રહેલા તળાજા તાલુકાના રોયલ ગામના આધેડનું બાઇક સ્લીપ થઈ જતા મોત નીપજ્યું હતું.
તળાજા તાલુકાના રોયલ ગામના પ્રેમજીભાઈ વલ્લભભાઈ કુકડીયાના દીકરાના આગામી દિવસોમાં લગ્ન હોય તેઓ લગ્ન કંકોત્રી આપવા નીકળ્યા હતા. સગાસંબંધીઓમાં દિવસભર લગ્ન કંકોત્રી આપ્યા બાદ તેઓ પરત ફરતા તળાજા તાલુકાના રોયલ ગામ તરફ હતા હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ જતાં ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે તળાજાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.
પ્રેમજીભાઈના પુત્રના આગામી સમયમાં લગ્ન હતા અને અકસ્માતે કરુણ ઘટના બનતા લગ્ન દિવસો માતમ માં ફેરવાયા હતા અને સમગ્ર વિસ્તારમાં શોક છવાયો હતો.