ઉમરાળા તાલુકાના લંગાળા ગામના શખ્સની ઉમરાળા પોલીસે ઇંગ્લિશ દારૂની ૪૮ બોટલ સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ઉમરાળા પોલીસ સ્ટાફ ગત રાત્રીના સમયે ટીંબી ગામ નજીક પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મોટરસાયકલ ઉપર પસાર થઈ રહેલા લંગાળા ગામના સાગર રામભાઈ કોતરને અટકાવી તપાસ કરતા તેની પાસેથી ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. આ શખ્સની બધું પૂછપરછ કરતા તેણે અને તેના ગામમાં રહેતા વિશાલ વશરામભાઈ ડાંગર એ ઇંગ્લિશ દારૂનો જથ્થો રંગોળી નદીના પટમાં આવેલ પડતર જગ્યામાં છુપાવેલો હોવાનું જણાવતા પોલીસે ઈંગ્લીશ દારૂની વધુ ૪૭ બોટલ કબજે કરી કુલ રૂ. ૪૨,૬૨૫ નો મુદ્દામાલ બરામત કર્યો હતો.
ઉમરાળા પોલીસે બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી વિશાલ ડાંગરને ઝડપી લેવા તો ધરી હતી.