મોંઘવારી માઝા મૂકી રહી છે ત્યારે દિવાળીના ફટાકડા પણ તેમાંથી બાકાત નથી રહ્યા. આ વર્ષે ગ્રાહકોએ ફટાકડાની ખરીદીમાં ૬૦% સુધીનો વધારો ચૂકવવો પડશે. આ ઉપરાંત વેરાયટી પણ ઓછી રહેશે. એક અંદાજ મુજબ ભાવનગરમાં દિવાળીનું ફટાકડા માર્કેટ રૂ.૫કરોડથી વધુ રકમનું છે.
દિવાળીનો તહેવાર ફટાકડા ફોડયા વગર અધૂરો માનવામાં આવે છે. જાેકે, વધતા જતા પ્રદૂષણના કારણે માનવ જાતે હવે આ ઘેલછા પડતી મૂકવી પડશે.! દિલ્હી જેવા આઇકોનિક શહેરના લોકોને ફટાકડાના પ્રદૂષણથી શ્વાસ લેવો મુશ્કેલ બનતા ફટાકડા ફોડવા અંગે સુપ્રીમે રોક લગાવવી પડી છે. જાેકે, ગુજરાતમાં હજુ પ્રદૂષણ પ્રત્યે જાગૃતિનો અભાવ જાેવા મળી રહ્યો છે તેમજ સ્થિતિ થોડી સારી હોવાથી દિવાળીમાં ફટાકડા ફોડવા પર કોઈ રોક નથી. ત્યારે આ વર્ષે પણ ધૂમ ફટાકડા ફોડી દિવાળીની પરંપરાગત ઉજવણી થશે. એકલા ભાવનગરમાં જ આ દિવસોમાં રૂ.૫કરોડથી વધુ રકમના ફટાકડા ફોડવામાં આવશે. કેટલાક શોખીનો દિવાળીમાં મીઠાઈ, કપડાં કે અન્ય સામગ્રી પાછળ કરતા ખર્ચ કરતા ફટાકડાનો ધુમાડો વધુ કરતા જાેવા મળે છે!
જાેકે, આ વર્ષે ફટાકડા પ્રેમીઓને ૬૦% સુધીનો ભાવ વધારો ખમવો પડશે, રો-મટીરિયલ મોંઘુ થતાં તેમજ લેબર નહિ મળવાથી ભાવ વધારો ઉપરાંત ફટાકડાની પૂરતી વેરાયટી નથી મળી. પ્રોડકશનમાં ૩૦%જેટલો કાપ મુકાયો છે, સાથે એક યુનીટમાં ૧૦ વેરાયટી બનતી હોય તેમાં ૫થી૭ વેરાયટી જ બની રહી છે. આમ, ભાવવધારો દેતા પણ પૂરતી વેરાયટી માર્કેટમાં ઉપલબ્ધ નથી.