ભાવનગરથી અમદાવાદની દૈનિક ટ્રેન માટે અને જરૂરીયાત માટેની માંગણી આખરી પુરી થવા જઈ રહી છે.
આવતીકાલે શનિવાર તા.૨૨ના સવારે ૧૦ કલાકે ભાવનગર ટર્મીનસ પરથી ફ્લેગ ઓફ આપી સાંસદ ડો.ભારતીબેન શિયાળ અને અન્ય મહાનુભાવો આ ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. જ્યારે રવિવારથી દરરોજ સવારે ૬-૦૦ વાગ્યાથી ચાલશે.
ભાવનગર સાબરમતી ટ્રેન ઈન્ટરસિટી રૂપે ચાલશે. ભાવનગરથી સવારે ૬-૦૦ વાગે ઉપડી વસ્ત્રાપુર સ્ટેશન પર ૧૦ વાગ્યા પહેલા પહોચશે. જ્યારે સાંજે વસ્ત્રાપુર ૪-૩૦ કલાકે ભાવનગર પરત આવતા આ ટ્રેન મળશે. આમ ભાવનગરથી અમદાવાદ માત્ર ૪ કલાકમાં હવે રેલ માર્ગે પહોચી શકાશે. બ્રોડગેજ રૂપાતરંણ બાદ ભાવનગરથી અમદાવાદની આ સિધી ટ્રેન સેવા હવે મળી છે જે અમદાવાદ કામ કાજે જતા લોકોને ખાસ અનુકુળ રહેશે. ખાસ કરીને દર્દીઓ માટે આ ટ્રેન અને તેનો સમય પત્રક બન્ને અનુકુળ રહેશે તેમ જણાય છે.