પ્રકાશના પર્વ દીપાવલીની પર્વમાળાનો પ્રારંભ થઈ ગયો છે. આજે શહેર અને જિલ્લામાં ધનતેરસ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરના પ્રસિદ્ધ મહાલક્ષ્મી માતાજીના મંદિરે ધનતેરસ પર્વ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.