વેપારીઓ દ્વારા જમાં ઉધાર માટે ચોપડા વર્ષોથી ઉપયોગમાં લેવાતાં આવ્યા છે, દિવાળીએ ચૂકતે સાથે જમાં ઉધારની પરંપરા છે ત્યારે વેપારીઓ નવા ચોપડા શુભ મુહર્તમાં ખરીદીને દિવાળીના દિવસે ચોપડાપૂજન કરતા હોય છે. આજના કોમ્પ્યુટર યુગમાં પણ હજુ ચોપડાની પરંપરા યથાવત છે. વેપારીઓએ કોમ્પુટર અપનાવ્યા છે પરંતુ ચોપડા અને પૂજનની પરંપરા જાળવી રાખી છે, આજે શુભ મુહર્તમાં ચોપડા ખરીદવાની પરંપરા વેપારીઓએ જાળવી હતી.





