PM મોદી 2014થી દર વર્ષે દેશના જવાનો સાથે જ દિવાળીના પાવન પર્વની ઉજવણી કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ PM મોદી દિવાળીની ઉજવણી કરવા કારગિલ પહોંચ્યા છે.
પીએમ મોદી કહે છે કે સેનાના જવાનોના કારણે આપણે આપણા ઘરે સુરક્ષિત રીતે દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ. જો તેઓ બોર્ડર પર તૈનાત ન હોત તો કદાચ આપણે આપણા ઘરોમાં નિર્ભયતાથી દીવાને ન પ્રગટાવી શકેત અને આપણે આ રીતે તહેવાર પણ ન મનાવી શકેત. દિવાળી પર આપણને મળતી દરેક ખુશીની પાછળ ક્યાંક ને ક્યાંક જવાનોનું બલિદાન હોય છે. એટલા માટે પીએમ મોદી સેનાને પોતાનો પરિવાર માને છે અને દરેક વખતે તેઓ સૈનિકો સાથે દિવાળી મનાવવા તેમના કેમ્પમાં જાય છે. પીએમ મોદી 2014થી સતત સેના સાથે દિવાળીની ઉજવણી કરે છે.