કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધની વસતી ગણતરી દર બે વર્ષે કરવામાં આવતી હોય છે. ત્યારે છેલ્લે થયેલી ગણતરી મુજબ અને 2021ના અંતે ગુજરાતમાં ગીધની કુલ સંખ્યા 820 થઇ ગઇ છે જે તે અગાઉ થયેલી ગણતરીમાં 999 હતી. હાલના તબક્કે ગીધની સંખ્યા માત્ર 650ની આસપાસ હોવાનું અનુમાન છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશમાં પણ ગીધની વસતીમાં ઘટાડો થયો છે.
ખાસ કરીને ભાવનગરના મહુવા પથંકમાં ગીધ સમૂહમાં વસવાટ કરી રહ્યા છે. ખાસ કરીને ઉંચાઇ પર માળા બાંધીને રહેતા ગીધનો વસવાટ નારિયેળી ઉપર મોટા પાયે જોવા મળે છે. ઉપરાંત બંધારાના લીધે મૃત પશુઓ તેનો ખોરાક છે, જે અહીં પુરતા પ્રમાણમાં મળી રહે છે, જેથી અહીં ગીધની પ્રજાતિ સમૂહ વસવાટ કરતી હોવા મળે છે. સમગ્ર રાજયમાં છેલ્લી ગણતરીમાં 820 ગીધ જોવા મળ્યા હતા, જેમાં ભાવનગર જિલ્લામાં 88 ગીધ હતા જે રાજ્યમાં સંખ્યામાં ત્રીજા ક્રમે છે. પ્રથમ ક્રમે જૂનાગઢમાં 147 અને બીજા ક્રમે આણંદમાં 94 ગીધ છે. રાજ્યમાં ગીધની સંખ્યામાં 42.70 ટકાનો ઘટાડો 2007 માં રાજ્યમાં 1,431 ગીધ હતા પરંતુ હવે માત્ર 820 ગીધ જ બાકી રહ્યાં છે.
રાજ્યના વન મંત્રીએ સ્વીકાર્યું હતું હતુ રાજ્યમાં ગીધની વસતીમાં ઘટાડો થયો છે. ગીધ સલામત ઝોન તરીકે ગણવામાં આવતા વિસ્તારોમાં પણ સંખ્યા ઘટી રહી છે. ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર વિભાનસભામાં સરકારે પણ કબૂલ કર્યું છે કે ગીધની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. પશુઓને દુખાવામાં રાહત આપતી દવા ડાઈક્લોફેનિક ગીધોની સંખ્યા ઘટવા માટે જવાબદાર છે ડાઇક્લોફેનાક દવા આપી હોય એવા પશુનું માંસ ખાનાર ગીધની કિડની ખરાબ થઇ જાય છે. ડાઇક્લોફેનાક દવાને સરકારે વર્ષ-2008થી પ્રતિબંધિત કરી છે.
રાજ્યના ક્યા કયા જિલ્લામાંથી ગીધ વિલુપ્ત
ગુજરાતમાં અરવલ્લી, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દ્વારકા, જામનગર, ખેડા, મોરબી, નર્મદા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લામાં એક પણ ગીધ મળ્યા ન હતા.