ભાવનગર વૃધ્ધાશ્રમ ખાતે રહેતા વડીલ ભાઈઓ બહેનો દ્વારા પણ દિવાળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. દિપાવલી અને નૂતન વર્ષની ઉજવણી નિમિત્તે વૃધ્ધશ્રમમા રહેતા આશ્રમવાસી દિલીપભાઈ પટેલ અને સુચિત્રાબેન પટેલ દ્વારા વૃધ્ધાશ્રમના પટાંગણમાં રંગબે રંગી કલર ચિરોડી સાથેની રાધા-કૃષ્ણની આકર્ષક રંગોળી બનાવી હતી. જેને વૃધ્ધાશ્રમના ટ્રસ્ટીઓ તથા આશ્રમવાસી ભાઇઓ-બહેનોએ શુભેચ્છા પાઠવી હતી.