સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી.
સોમાલિયાના પ્રમુખ હસન શેખે એક નિવેદનમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 300 લોકો ઘાયલ થયા છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 29 ઑક્ટોબર શનિવારના રોજ બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 30 લોકોના મોતના અહેવાલ આવ્યા હતા જ્યારે હવે મૃતકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. જો કે આ હુમલાની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે આ હુમલાને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો.