લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને મોંઘું પડી ગયું તેઓ માટે આ મનોરંજન રીતસરનું મોતનું મનોરંજન બની રહ્યું.
તહેવારોની રજા અને તે દરમિયાન કરવામાં આવતી મજા જો નિયત પ્રમાણમાં રહીને ન કરવામાં આવે તો શું સ્થિતિ થાય તેનો પુરાવો મોરબીવાસીઓને મળી ગયો છે. લાભપાંચમ પછી રવિવાર હોઈને રજાઓ માણવા માટે તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા સસ્પેન્શન બ્રિજની મજા માણવાનું લગભગ ત્રણસોથી વધુ મોરબીવાસીઓને મોંઘું પડી ગયું તેઓ માટે આ મનોરંજન રીતસરનું મોતનું મનોરંજન બની રહ્યું. આમ મોરબીવાસીઓ માટે મોત જાણે મનોરંજનના સ્વરૂપમાં સામે આવ્યું છે. સસ્પેન્શન બ્રિજની દુર્ઘટનામાં બચી ગયેલા મોરબીવાસીઓ હવે કદાચ દરેક બ્રિજ પસાર કરતાં ડર અનુભવે તો નવાઈ ન પામતા. ભૂકંપમાં બચી ગયેલા લોકો જેમ મકાનમાં ફરીથી જતા ડરતા હતા તેવો ફોબિયા તેમના પર સવાર થઈ ગયો હતો, હવે આવો જ ફોબિયા મોરબી દુર્ઘટનામાં બચી ગયેલા લોકોને થાય તો નવાઈ નહી લાગે.