મોરબીમાં સર્જાયેલ દુર્ઘટના મામલે પોલીસે નવ લોકોની અટકાયત કરી છે અને મેનેજમેન્ટ સાથે સંકળાયેલા લોકોની પુછપરછ પણ હાથ ધરી છે દરમિયાનમાં સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે મોરબી પહોચે તેવી શક્યતા છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ અંગે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે જાે કે બપોરે ૧ વાગ્યા સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.