ભાવનગરમાં જલારામ મંદિર આનંદનગર ખાતે પૂ. બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે સવારે ધજા પૂજન, બાપાનું પૂજન તથા પૂજ્ય બાપાને ૨૨૩ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવેલ અને બપોરે મહાઆરતી કરવામાં આવી હતી.
જલારામ જયંતિ નિમિત્તે રેડ ક્રોસ સોસાયટીના સહકારથી મેડિકલ કેમ્પ રક્તદાન શિબિર પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ૮૦,૦૦૦ કરતાં વધુ ભક્તોજનો દર્શન નો લાભ લેવા પધારે છે. તેમ જ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે.