સિંધી સમાજના મહાન સંત શિરોમણી સ્વામી લીલાશાહ મહારાજનો ૪૯મો વરસી મહોત્સવ ભાવનગર ખાતે ધામ ધૂમથી ઉજવવામા આવશે. તા. ૦૩ને ગુરુવારના સવારે ૬-૩૦ કલાકે પ્રભાત ફેરી સ્વામી લીલાશાહ મંદિર (જૂની વાડી) થી પ્રસ્થાન કરશે અને સિન્ધુનગરના મુખ્ય માર્ગો પરથી ફરીને સ્વામી લીલાશાહ ભવન (નવી વાડી) ખાતે સવારે ૯ કલાકે આગમન થશે. ત્યાર બાદ સવારે ૯-૩૦ કલાકે લાડી લોહાણા સિંધી પંચાયત તેમજ સ્વામી લીલાશાહ નવજવાન મંડળના સભ્યો માટે સ્નેહ મિલનનું આયોજન કરાયેલ છે સવારે ૧૦ કલાકે હવનનું આયોજન કરાયેલ છે.
સાંજે ૬ કલાકે ભવ્ય સત્સંગ મ્યુઝીકલ કાર્યક્રમનું આયોજન કરાયેલ છે જેમાં કાલાકારો સ્વામીજીના ભજનો પ્રસ્તુત કરશે. રાત્રે ૯-૦૦ કલાકે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાયેલ છે. ઉપરોક્ત તમામ કાર્યક્રમોમા સમસ્ત સિંધી સમાજ ના ભાઈઓ બહેનો, ધર્મ પ્રેમીઓ, પરિવાર સહિત ઉપસ્થિત રહેવા લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ દિલીપભાઈ જાેબનપુત્રા, સ્વામી લીલાશાહ નવજવાન મંડળના પ્રમુખ અમિતભાઈ થાવરાણી તેમજ મહિલા મંડળના પ્રમુખ નયનાબેન કેસરીએ અનુરોધ કર્યો છે.