તાજેતરમાં હિતેષભાઈ નવીનભાઈ રાજ્યગુરૂ તેમજ શ્રીમતી ધરતીબેન હિતેષભાઈ રાજયગુરૂની ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં ચેરમેન તરીકે અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, અમદાવાદ ખાતે એક્ઝીક્યુટીવ કમીટી મેમ્બર તરીકે નિમણૂંક થયેલ છે.
ધરતીબેન હિતેષભાઈ રાજયગુરૂની સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ભાવનગરમાં બિઝનેસ વુમેન એમ્પાવરમેન્ટ કમીટીનાં ચેર પર્સન તરીકે તેમજ ગુજરાત ચેમ્બર બિઝનેસ વુમેન કમીટી, અમદાવાદ ખાતે એક્ઝીક્યુટીવ કમીટી મેમ્બર તરીકે નિમણુંક થયેલ છે. શ્રીમતી ધરતીબેન હાલ તેણી’ સંસ્કૃતિ બુટિકનો એક્સક્લુઝિવ શોરૂમ ભાવનગર ખાતે ધરાવે છે, તેમજ ધરતી ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્ટનાં માલિક છે. તેઓ પૂર્વ લેકચરર, એમ.સી.એ. ડીપાર્ટમેન્ટ, ભાવનગર યુનિવર્સીટી, ભાવનગરમાં કાર્યરત હતા. તેમજ તેઓએ પૂર્વ પ્રમુખ, જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ, ભાવનગર ચેપ્ટરમાં પોતાની સેવા આપેલ છે.
આ જ રીતે ભાવેણાનાં ટેક્સ એક્સપર્ટ અને ધરતી ટેક્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સીનાં ઓનર હિતેષભાઈ નવીનભાઈ રાજ્યગુરૂની સતત ત્રીજા વર્ષે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, અમદાવાદનાં ડાયરેક્ટ ટેક્સ કમીટીમાં એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે નિમણુંક થયેલ છે તથા ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમાં ટેક્સલો કમીટીનાં ચેરમેન તરીકે સતત ત્રીજી વખત નિમણુંક થયેલ છે. તેઓ ગ્રાહક સુરક્ષા મંડળનાં ટ્રસ્ટી તરીકે પોતાની ફરજ બજાવે છે. તેઓ પૂર્વ ઈન્કમટેક્ષ બાર એસોસિએશનનાં પ્રમુખ તરીકે પોતાની સેવા આપી ચૂક્યા છે. તેઓ એમ. જે. કોલેજ અને ટેક્ષેશન લો કોલેજમાં લેકચરર તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે. આ ઉપરાંત તેઓએ જે.સી.આઈ. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનમાં ઝોન પ્રમુખ તરીકે પોતાની સેવા આપેલ છે.
ગુજરાત અને ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન તરીકે એક યુવા રાજ્યગુરૂ કપલની ઉચ્ચ હોદ્દા પર નિમણુંકએ પ્રથમ ઘટના બનેલ છે. ભાવનગર ચેમ્બર, વેપારી અને ઉદ્યોગપતિઓ, તમામ લોકોએ તેઓની આ નિમણુંકને આવકારી શુભેચ્છા પાઠવી હતી.