ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે અથવા આવતી કાલે સાંજ સુધીમાં જાહેર થઈ શકે છે. જેમાં નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં મતદાન યોજાઈ શકે છે અને 8 ડિસેમ્બરે પરિણામની શક્યતા જોવામાં આવી રહી છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય ચૂંટણી પંચ 3 નવેમ્બર સાંજ સુધીમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017ની જેમ બે ચરણોમાં યોજાઈ શકે છે. નવેમ્બર અંત અથવા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. મતગણતરી 8 ડિસેમ્બરે થશે. એવું માનવામાં આવે છે કે પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બર અથવા 1 ડિસેમ્બરે યોજાશે તેવું કહેવામાં આવી રહ્યું છે. આ સિવાય બીજા તબક્કાનું મતદાન 4 અથવા 5 ડિસેમ્બરે થઈ શકે છે. ગુજરાતની ચૂંટણીની મતગણતરી 8મી ડિસેમ્બરે થવાની શક્યતા છે.
મહત્વનું છે કે, ચૂંટણી પંચે અગાઉ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ની તારીખોની જાહેરાત કરી હતી. ત્યારબાદ રાજકીય પાર્ટીઓ ભાજપ પર પ્રહાર કરી રહી છે કે આગામી તમામ રેલીઓને ધ્યાનમાં રાખીને પંચે હજુ સુધી અહીં તારીખો જાહેર કરી નથી.