પરંપરા મુજબ આ વર્ષે પણ કપોળવાડીમાં જ્ઞાતિજનોનું સ્નેહમીલન , દાતાઓનું સન્માન તથા વિદ્યાર્થીઓને ઈનામ વિતરણનો ત્રિવીધ કાર્યક્રમ સુપેરે સંપન્ન થયેલ . કાર્યક્રમની શરૂઆત સર્વે જ્ઞાતિજનોના યમનાષ્ટક પાઠ બાદ મંચસ્થ મહાનુભવોને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ . સમારંભના પ્રમુખ હરેશભાઈ મહેતા વતી મંત્રી જયંતભાઈ સંઘવીએ સર્વે જ્ઞાતિજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ. અને જણાવેલ કે જ્ઞાતિના ઝડપી વિકાસ માટેનો યશ તમામ કારોબારી સભ્યો તથા દાતાઓને આપેલ . મહાજનના મંત્રી જયંતભાઈ સંઘવીએ વાર્ષિક અહેવાલ આપતા જણાવેલ કે અમારી સંસ્થા મેડીકલ, શૈક્ષણિક, તથા આર્થિક સહાય આપવા બાબત હંમેશા અગ્રેસર રહી છે. તેમજ વર્ષ દરમ્યાન અલગ અલગ પ્રોજેકટની માહિતી આપેલ પ્રોગ્રામમાં વિવિધ યોજનાઓ માટે અનુદાન આપનાર દાતાઓનું મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવેલ . બાળમંદીરથી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ મહીલા મંડળ તરફથી ધોરણ -૧૦, ૧૨ સાયન્સ તથા કોમર્સમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ઈનામ આપવામાં આવેલ અલકાબેન મહેતા તરફથી બાળમંદીરથી ધોરણ -૧૨ સુધી તેમજ ધોરણ ૧૦/૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ .

આ કાર્યક્રમમાં સહમંત્રી અમીતભાઈ વોરા, સમારંભના પ્રમુખ હરેશભાઈ મહેતા, મંત્રી જયંતભાઈ સંઘવી, અતિથિ વિશેષ માલતીબેન મહેતા, મહીલા મંડળના મંત્રી વીભાબેન સંઘવી તથા કપોળ યુવા ગૃપના ઉપ પ્રમુખ નીમીતભાઈ સંઘવીએ પ્રવચન આપેલ. કાર્યક્રમને અંતે આભાર વિધિ ખજાનચી બકુલેશભાઈ સંઘવીએ કરેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મિતેષભાઈ સંઘવીએ કરેલ .






