ગુજરાત કોંગ્રેસમાંથી કયા કયા નેતાઓ કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તેને લઈ સમાચાર આવ્યા છે. તો માહિતી મુજબ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ આ વખતે ચૂંટણી નહીં લડે તેવી વિગતો સામે આવી છે. આ તમામ નેતાઓ ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે પ્રચારની કમાન સંભાળશે.
વિગતો મુજબ પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, આંકલાવથી અમિત ચાવડા, અમરેલીથી પરેશ ધાનાણી, ખેદબ્રહ્માથી તુષાર ચૌધરી, દાણીલીમડાથી શૈલેષ પરમાર, બાપુનગરથી હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે. આ સાથે છોટાઉદયપુરના જેતપુરથી સુખરામ રાઠવા તો વડગામથી જીગ્નેશ મેવાણી ફરી ચૂંટણી લડશે. આ સાથે ઉનાથી પુંજા વંશ અને ખંભાળિયાથી વિક્રમ માડમ ફરી ચૂંટણી લડશે.





