સુરત પોલીસતંત્ર ડ્ર્ગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરી છે, એમડી ડ્રગ્સ સાથે એક યુવકને પોલીસે પક્ડયો છે. આ આરોપી પાસેથી 79 લાખથી વધુના ડ્રગ્સનો મુદ્દામાલ પકડાયો છે. આ યુવકને પોલીસે પકડ્યો છે અને તેની સઘન પુછપરછ હાથ ધરવામાં આવી છે. આરોપીની બેગમાંથી પોલીસને 792 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીનું નામ આસિફ છે, તે મુંબઇથી ડ્રગ્સ લાવ્યો હતો. હાલ પોલીસ તેની વધુ પુછપરછ કરી રહી છે. અને કેટલા સમયથી વેપાર કરે છે કે આ મુદ્દામાલ કોના માટે લાવ્યો છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.