ભાવનગર શહેરના ડાયમંડ ચોક મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૬૫ વર્ષથી પરંપરાગત તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આવતીકાલે તા.૫ નવેમ્બરના રોજ તુલસી વૃંદાના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓને આખરી ઓપ અપાય રહ્યો છે.
આ વર્ષે ભગવાન લાલજી મહારાજનો વરઘોડો જય વાડીવાળા મામા મિત્ર મંડળ સાઈદર્શન પાર્ક સુભાષનગર ખાતેથી આવશે, તા.૫ને શનિવાર બપોરે ૩ઃ૩૦ કલાકે માતા તુલસી વૃંદાની બહેનોની પૂજા વિધિ રાખવામાં આવી છે, તેમજ ભગવાન લાલજી મહારાજ અને માતા વૃંદાના લગ્નના હસ્ત મેળાપ વિધિ સાંજે ૭ઃ૩૦ કલાકે રાખવામાં આવી છે, લગ્ન વિધિ દરમિયાન લોકગાયિકા રાજેશ્રીબેન પરમાર તથા તેની ટીમ લગ્નના રૂડા ફટાણા ગાશે.
તુલસી વિવાહ દરમિયાન પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરી વિશ્વ વિદ્યાલય સરદારનગર ભાવનગર દ્વારા જુદા જુદા માતાજીની ઝાંખીના દર્શન કરાવવામાં આવશે, લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ રાત્રે ૯ઃ૦૦ કલાકે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર નીરવ મહેતા (અવાજની આઠમી અજાયબી) તેમજ ગુજરાતનો રમુજીનો રાજા એવા હાસ્ય કલાકાર ગુણવંતભાઈ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
આ તુલસી વિવાહના તમામ કાર્યક્રમનો લાભ લેવા ભાવનગરની ધર્મ પ્રેમી જનતાને આયોજકો રાજેશ જાેશી, ભાણજીભાઈ બારૈયા, ભુપતસિંહ વેગડ, કલ્પેશ મણીયાર, પ્રકાશ મકવાણા સહિતના ડાયમંડ ચોક મિત્ર મંડળના સૌ હૉદેદારો દ્વારા અનુરોધ કરાયો છે.