ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં ચારથી પાંચ મકાનમાં ચોરી કરી તરખાટ મચાવનાર રીઢા તસ્કરને એલ.સી.બી.એ ગણતરીની કલાકોમાં ઝડપી લઈ ચોરી કરેલ મુદ્દામાલ કબજે કર્યો હતો.
ભાવનગરની એસ.પી. કચેરી સામેના ભાગે આવેલ રસાલા કેમ્પમાં બુધવારે રાત્રે એક સાથે ચારથી પાંચ મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરે આ વિસ્તારમાં રહેતા અમિત કિરણભાઈ ધોળકિયા, જસવંતભાઈ વશરામભાઈ બારૈયા, નરેશભાઈ જેન્તીભાઈ બારૈયા સહિતના રહીશોના મકાનમાં હાથફેરો કર્યો હતો.
બનાવની ગંભીરતાને ધ્યાને લઈને એલ.સી.બી.એ તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ અગાઉ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઈ ગયેલ રીઢા તસ્કર સોહિલ ઉર્ફે નન્નો હનીફભાઈ કાળદોરીયા રહે. ઘોઘારોડવાળાને શહેરના ટાઉનહોલના બગીચામાંથી ઝડપી લીધો હતો.
પોલીસે હનીફ પાસેથી ચોરી કરેલ ૫ મોબાઈલ, રોકડ રકમ, ઇમિટેશન જવેલરી, ગણેશિયો સહિત કુલ.રૂ.૩૭,૩૩૫ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.