અસાધારણ દાર્શનિક, આત્મજ્ઞાની સંત, જૈન ધર્મમાં ક્રાંતિ સર્જનાર મહાપુરુષ રાજચંદ્રજીની સ્મૃતિ અને વંદના માટે ભાવનગરના ઘોઘા રોડ પરના મંત્રેશ કોમ્પલેક્ષથી રવેચી ધામ તરફના માર્ગનું નામકરણ શ્રીમદ રાજચંદ્ર માર્ગ કરવામાં આવ્યું છે.

31 ઓક્ટોબર સોમવારે એરપોર્ટ રોડ રવેચી માતાના મંદિરની બાજુમાં આયોજિત આ નામકરણ સમારોહ પ્રસંગે સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, કોર્પોરેટર ઉષાબેન બધેકા, ડો. ધીરુભાઈ શિયાળ, ગ્રીનસિટીના પ્રણેતા દેવેનભાઇ શેઠ તથા પ્રદીપભાઈ શાહ, ચંદ્રેશભાઇ શાહ, આર. એમ. લિંબોલા, પી. જે. ચુડાસમા, મહાસુખભાઈ જકડિયા, અશ્વિનભાઈ પંડ્યા, પ્રો. ધંધુકિયા, તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, 2017માં શ્રીમદ રાજચંદ્રજીની 150મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ટપાલ ટિકિટ અને સિક્કાનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર માર્ગનું નામકરણ કાર્યક્રમના આયોજન માટે મિરાજ દોશી પરિવાર અને મનીષાબેન શાહ તરફથી જહેમત ઉઠાવવામાં આવી હતી.